ગોધરા: નગરપાલિકાના 11 વોર્ડની 40 બેઠકો માટે 117 ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ જોવા મળશે, સૌથી વધુ 61 અપક્ષ ઉમેદવારો મેદાને
ગોધરા નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટેની ચૂંટણીમાં ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. કુલ 186 ફોર્મમાંથી 142 માન્ય અને 44 અમાન્ય ઠર્યા, જ્યારે 21 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચતા હવે 117 ઉમેદવારો મેદાનમાં છે. ચાર ઉમેદવારો બિનહરિફ જીત્યા છે. પક્ષવાર રીતે ભાજપના 24, કોંગ્રેસના 7, આમ આદમી પાર્ટીના 22, AIMIMના 1 અને અન્યના 2 ઉમેદવારો છે. ઉપરાંત 61 અપક્ષ ઉમેદવારો હોવાને કારણે ચૂંટણીમાં ત્રિકોણીય તથા બહુ-કોણીય જંગ જોવા મળશે.