ગોધરા: ગોધરાની મહિલા દ્વારા પતિ અને સાસરીયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ મહિલા પોલીસમથકે નોંધાવવામાં આવી હતી
ગોધરાની એક 30 વર્ષીય મહિલાએ પતિ અને સાસરીયાઓ સામે માનસિક તથા શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. 2017માં થયેલા લગ્ન બાદ પતિના અન્ય મહિલાઓ સાથેના સંબંધોને કારણે દંપતિ વચ્ચે વિવાદો શરૂ થયા હતા. વિરોધ કરતાં પતિ દ્વારા મારઝુડ અને અપશબ્દો બોલવામાં આવતા હતા, જ્યારે સાસરીયાઓ પણ તેને પ્રોત્સાહન આપતા હતા. પતિએ મહિલાના બેંક ખાતાના પૈસા પણ ખર્ચ્યા હોવાના આક્ષેપ છે. સતત ત્રાસને કારણે મહિલા છેલ્લા અઢી વર્ષથી પિયરમાં રહે છે. સમાધાન નિષ્ફળ જતા તેણે પોલીસનો સહારો