શક્તિપીઠ અંબાજી ખાતે 34મી રાજ્યસ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો. ઋષિ કુમારો જ્યોતિષ વ્યાકરણ આયુર્વેદ ભાગવત ગીતા પાઠ ભારતીય ગણિત ઉપનિષદ અને વેદ સહિત 38 થી વધુ શાસ્ત્રીય વિષયોમાં આ સ્પર્ધામાં ભાગ લેશે રાજ્યભરમાંથી 700 કરતાં વધારે ઋષિ કુમારો આ સ્પર્ધામાં જોડાયા છે તારીખ 14 થી 17 ડિસેમ્બર સુધી ચાલનારી આ રાજ્યસ્તરીય સ્પર્ધા નું અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંબિકા સંસ્કૃત વિદ્યાલય માં આયોજન કરવામાં આવ્યું છે