તારાપુર: કનેવાલ તળાવ પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત, ડમ્પર ચાલક વાહન મૂકી ફરાર
Tarapur, Anand | May 16, 2026 તારાપુરના કનેવાલ તળાવની પાળ પાસે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે રોડ પર ઉભેલા ટ્રેક્ટર પાછળ જોરદાર ટક્કર મારી હતી.જેને કારણે થયેલ અકસ્માતમાં ટ્રેક્ટર પર બેઠેલા બે વ્યક્તિઓ પૈકી એકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે,અન્ય એક વ્યક્તિને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો.તારાપુર પોલીસે ડમ્પર નંબર GJ-13-AW-3432ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ઝડપી પાડવાના ચક્રો ગતમાન કર્યા છે.