અમદાવાદ શહેર: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે કર્મચારી મંડળ મેદાનમાં ઉતર્યું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે કર્મચારી મંડળ મેદાનમાં ઉતર્યું છે. વિવિધ માંગણીઓ સાથે સતત બે દિવસથી વિરોધ પ્રદર્શન ચાલુ.ગઈકાલે પણ AMCના સફાઈ કર્મચારીઓએ મહારેલી યોજી દાણાપીઠમાં ચક્કાજામ કર્યો હતો. શુક્રવારે ત્રણ વાગ્યાથી મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ દાણાપીઠ ખાતે આવેલી કોર્પોરેશનની મુખ્ય ઓફિસે એકઠા થઈ સૂત્રોચાર કર્યા હતા.