ખંભાત: કાણીસા ગામે દેવોના દેવ કામનાથ મહાદેવના મંદિરે દેવ દિવાળીએ 401 દીવડાઓથી દીપમાળ ઝળહળી ઉઠી.
કાણીસા ગામે 1000 વર્ષ પૌરાણિક કામનાથ મહાદેવનો મંદિર આવેલું છે.જે મંદિરે અનેક શ્રદ્ધાળુઓ દર્શન અર્થે આવતા હોય છે.આ ઉપરાંત કામનાથ મહાદેવ દેવોના દેવ હોવાથી દેવ દિવાળીનું મહિમા પણ રહેલું છે. કામનાથ મહાદેવના મંદિરમાં એક વિશાળ દીપમાળ આવેલું છે.જે દીપમાળમાં દેવ દિવાળીએ દીવડા પ્રગટાવવામાં આવે છે.દેવ દિવાળીની દીપમાળ 401 દીવડાઓથી ઝળહળી ઉઠ્યો હતો.દીપમાળમાં શ્રદ્ધાળુઓ દ્વારા 5 લીટર તેલની મદદથી 401 દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા.