દેશની પ્રથમ ‘સ્લીપર વંદે ભારત ટ્રેન’ની ટ્રાયલ શુક્રવારે 9.20 કલાકે અમદાવાદથી મુંબઈની વચ્ચે કરવામાં આવ્યુ. સવારે અમદાવાદથી 130ની સ્પીડે સ્લીપર વંદે ભારત ટ્રેન નીકળી હતી, જેમાં રસ્તામાં આવતાં વડોદરા, સુરત સહિતનાં સ્ટેશન પર માત્ર એની એક ઝલક જોવા મળી હતી. દેશની પહેલી નોનસ્ટોપ ‘સ્લીપર વંદે ભારત ટ્રેન’ની બીજી ટ્રાયલ સફળ રહી છે. આ ટ્રેનમાં 16 કોચ છે..