ભાવનગર શહેર: પોલીસ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરાયું, DYSP એ પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Jun 12, 2026
ભાવનગર પોલીસ દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવાઈ રહે તે માટે કડક કાર્યવાહી હાથ ધરાઈ, શહેરના 5 પોલીસ મથકની હદમાં આવતા જુદાજુદા વિસ્તારમાં ચેકીંગ કરાયું, જેમાં કુંભારવાડા, અલકા સિનેમા રોડ, ભરતનગર બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં ચેકીંગ હાથ ધરાયું, જેમાં 15 જેટલાં વાહન ચાલકોની સામે કાર્યવાહી કરી રૂપિયા 50 હજારનો દંડ વસુલ્યો, જ્યારે શરીર સંબંધી જેવા ગુનાઓ સહીતના 8 ગુનેગારોને ઝડપી લીધા...