હાંસોટ: અંકલેશ્વર હાંસોટ પંથકમાં કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે #jansamasya
Hansot, Bharuch | Oct 26, 2025 અંકલેશ્વર-હાંસોટ પંથકમાં કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે.ખેડૂતોએ મહેનત કરીને પકાવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ છે, પરંતુ જ્યારે પાક લણવાનો વારો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધુ હતું.ડાંગરનો તૈયાર પાક ખેડૂતો જેમ તેમ કરી ખેતરમાંથી બહાર કાઢયો હતો અને રોડ પર સૂકવ્યો હતો.હાંસોટના કુડાદરા,પરવત અને અંકલેશ્વરના સિસોદ્રા તેમજ પંડવાઈ સહિતના ગામોમાં 8 કી.મી.ના મુખ્યમાર્ગ પર ખેડૂતોએ ડાંગર તપાવવા મૂક્યું હતું.