અમદાવાદ શહેર: અમદાવાદમાં સાબરમતી નદીમાં ઝંપલાવી યુવકનો આપઘાત
અમદાવાદમાં સાબરમતી નદીમાં ઝંપલાવી યુવકે આપઘાત કર્યો.. ઘટનાને લઈ લોકોના ટોળેટોળાં સ્થળે ઉમટી પડ્યા હતા.. અગમ્ય કારણોસર રવિવારે 10 વાગ્યાની આસપાસ અટલ બ્રિજ નજીક યુવકે નદીમાં કૂદી આપઘાત કર્યો.. સમગ્ર મામલે જાણ થતાં રેસ્ક્યૂ ટીમે અને પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી.. અને મૃતદેહને નદીમાંથી બહાર કાઢી પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો..