પલસાણા ખાતે આવેલ મધુસુદન ગ્રુપ દ્વારા 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે 25મી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ કિરણ હોસ્પિટલના સહયોગથી બલેશ્વર મુકામે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં રેન્જ આઈજી પ્રેમવીર સિંહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે રક્તદાનનું મહત્વ સમજાવી ટ્રાફિક નિયમો અને સાયબર ફ્રોડ અંગે માર્ગદર્શન આપ્યું હતું. શિબિરમાં કુલ 92 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું