રાજકોટ: ગુજરાત પોલીસના 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત રાજકોટ શહેર પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશને માત્ર એક મહિનાના સમયગાળામાં સફળતા હાંસલ કરીને રૂપિયા 7,35, 149નો ચોરી કે ગુમ થયેલો મુદ્દામાલ શોધી કાઢીને તેના મૂળ માલિકોને પરત આપ્યો છે.