ગોધરા શહેર એ ડિવિઝન પોલીસને બાતમી મળતા કુબા મસ્જિદ પાસે મેસરી નદીના ઢાળ નજીક ખુલ્લી જગ્યામાં પત્તા વડે જુગાર રમાતો હોવાનો છાપો માર્યો. 26 ફેબ્રુઆરીએ કરવામાં આવેલી રેઇડ દરમિયાન સ્થળ પરથી બે ઇસમો ઝડપાયા. પૂછપરછમાં તેમના નામ સાહિર યુસુફભાઈ મન્સૂરી અને રહીમ હકીમ શેખ હોવાનું સામે આવ્યું. અંગજડતી દરમિયાન રૂ. 1600 રોકડ રકમ મળી આવી. બંને સામે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે.