ખંભાત તાલુકાના નેજા ગામે આવેલી રે.સ. નંબર. 622 એક સંયુક્ત માલિકીની જમીનમાં ભાઈએ સંમતિપત્રકમાં મૃતક બહેનનો ખોટો અંગૂઠો લગાવીને તેમજ ભાઈની ખોટી સહી કરી હતી. અને પાક નુકશાનીની 13,600 રૂપિયાની સરકારી સહાય મેળવી લેતા ખંભાત શહેરના પાંચ હાટડી વિસ્તારમાં રહેતા સીકંદરઅલી બાકરઅલી સૈયદે ફરિયાદ નોંધાવી હતી.આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે મીરસાબમીંયા હનીફમીંયા વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.