ગોધરા: વચલા ઓઢા વિસ્તારમાં આવેલ યૂસફ મસ્જિદ પાસે યુવક પર જીવલેણ હુમલો, સમગ્ર મામલે શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાઈ
ગોધરા શહેરના યૂસફ મસ્જિદ પાસે જૂની અદાવતને કારણે યુવક પર જીવલેણ હુમલો થયો. મોહસીન મીઠા આરોપીઓને સમજાવવા ગયા બાદ બોલાચાલી થઈ અને બાદમાં ચાર ઈસમોએ હુમલો કર્યો. મુસ્તાકે ધારીયા વડે મોહસીનના માથામાં ઘા કર્યો, જ્યારે ફેઝાને શહેબાઝ પર છરીથી હુમલો કર્યો અને અન્યોએ લોખંડની પાઈપથી માર માર્યો. બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા. ઘટનામાં ચાર આરોપીઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.