બારડોલી: બારડોલી નગરપાલિકાની વોર્ડવાર જાતિ આધારિત બેઠક ફાળવણી સામે કોંગ્રેસનો વાંધો: પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું
Bardoli, Surat | Oct 10, 2025 બારડોલી નગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી વોર્ડવાર જાતિ આધારિત બેઠક ફાળવણીની સૂચિ સામે બારડોલી નગર કોંગ્રેસ સમિતિએ તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. સમિતિએ આ અંગે પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર સુપરત કરીને સૂચિમાં ફેરવિચારણાની માગ કરી છે. જો માગણીઓ સંતોષાય નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.