ગોધરા: વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષા અંગે કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે જિલ્લા સેવાસદનમાં કલેક્ટર અજય દહિયાની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અંગે બેઠક યોજાઈ. બેઠકમાં વિદ્યાર્થીઓને તણાવમુક્ત અને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ મળી રહે તે અંગે ચર્ચા થઈ. કલેક્ટરે જણાવ્યું કે માનસિક દબાણથી વિદ્યાર્થીઓ કોઈ અતિશય પગલું ન ભરે તે માટે સંસ્થાઓ સતર્ક રહે. કાઉન્સેલિંગ અને વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓ વધારવા સૂચના આપવામાં આવી. વિદ્યાર્થીઓ નિર્ભય બની અભ્યાસ કરી શકે તે માટે જરૂરી પગલાં લેવા ભાર મુક