ગોધરા: ગોધરામાં ધોધમાર વરસાદ બાદ ઉકળાટભરી ગરમીથી લોકો ત્રસ્ત
ગોધરામાં ધોધમાર વરસાદ બાદ ઉકળાટભરી ગરમીથી લોકો ત્રસ્તગોધરા શહેરમાં ગત રાત્રિના સમયે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અચાનક આકાશમાં કાળા વાદળો ઘેરાતા ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ઠંડકનો માહોલ સર્જાયો હતો.પરંતુ આજે સવારથી જ તડકો નીકળતા ફરીથી અસહ્ય ગરમી અને બફારાનો માહોલ છવાઈ ગયો છે. ભેજવાળા ઉકળાટભર્યા વાતાવરણના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે અને દૈનિક જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.