ગોધરા: શહેરના સિગ્નલ ફળીયા વિસ્તારમાં જૂની અદાવતે યુવાન પર તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો
ગોધરા શહેરના સિંગલ ફળીયા વિસ્તારમાં જૂની અદાવતે યુવાન પર તલવારથી હુમલો થયો. ઇમરાન પથાની ફરિયાદ મુજબ, તેમના પુત્ર સલમાનને સમાધાનના બહાને અફતાફ ભાઈજમાલે બોલાવ્યો હતો. ત્યાં પહોંચતા તેણે કારથી બાઈકને ટક્કર મારી સલમાનને નીચે પાડી દીધો અને બાદમાં તલવારથી હાથ, ખભા અને પીઠના ભાગે હુમલો કર્યો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત સલમાનને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો. આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.