ગોધરા: ગોધરાના ભુરાવાવમાં ફેન્સિંગ બ્લોક ભરેલું ટ્રેક્ટર પલટી ગયું: મોટી જાનહાનિ ટળી, રસ્તા પર ટ્રાફિક જામ
ગોધરાના વ્યસ્ત ભુરાવાવ વિસ્તારમાં ફેન્સિંગ બ્લોકના ભારેખમ થાંભલા ભરેલું એક ટ્રેક્ટર અચાનક પલટી મારી ગયું હતું. ભરચક વિસ્તાર હોવા છતાં, સદનસીબે ટ્રેક્ટરની ઝપેટમાં કોઈ અન્ય વાહન કે રાહદારી ન આવતા અને ચાલકનો આબાદ બચાવ થતા મોટી જાનહાનિ ટળી હતી. જોકે, અકસ્માતને કારણે ફેન્સિંગના થાંભલા મુખ્ય રસ્તા પર વેરવિખેર થઈ જતા બંને તરફ વાહનોની લાંબી કતારો સાથે ગંભીર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટના બાદ સ્થાનિક લોકો અને વાહનચાલકોએ ભેગા મળીને રસ્તા પરથી થાંભલા હટાવી વ