તારાપુર: તારાપુરના રાજવાપુરામાંથી વિદેશી દારૂ બીયરના 22 બોટલો સાથે બે શખ્સો ઝડપાયા.
Tarapur, Anand | Jun 5, 2026 તારાપુર પોલીસને માહિતી મળી હતી કે રાજવાપુરા ખાતે રહેતો મહેશભાઈ મનુભાઈ પરમાર પોતાના ઘરની સામે આવેલા ડાંગરના પરામાં વિદેશી દારૂ છુપાવી વેચાણ કરે છે. તપાસ દરમિયાન પોલીસે 750 MLની ત્રણ બોટલ, એક ક્વાર્ટર અને બિયરના 18 ટીન જપ્ત કર્યા હતા, જેની કુલ કિંમત 4600 રૂપિયા છે. આરોપીએ કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો તે ભોળાભાઈ ઉર્ફે ભરત ફુલાભાઈ પરમાર પાસેથી લાવ્યો હતો.