પ્રેસનોટ ROBOFEST–GUJARAT 5.0 માં CVM યુનિવર્સિટીનો દબદબો: 7 ટીમો વિજેતા, ₹13 લાખનું ઈનામ મેળવ્યું ચારોતર વિદ્યામંડળ (CVM) યુનિવર્સિટીએ ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત રાજ્યસ્તરીય સ્પર્ધા ROBOFEST–GUJARAT 5.0 ના લેવલ–II (આઈડિયેશન સ્ટેજ) માં CVM યુનિવર્સિટીની કુલ 7 ટીમોએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.