ડભોઇમાં નર્મદા નિગમ દ્વારા પાણી ન મળતા ખેડૂતોની ઉગ્ર રજૂઆત ડભોઇ : શિયાળુ પાક માટે જરૂરી પાણી ન મળતા ડભોઇ તાલુકાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. નર્મદા નિગમ તંત્ર દ્વારા સમયસર પાણી ન છોડવામાં આવતા ખેડૂતોને પાકને નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે. આ બાબતે આજે 50 થી વધુ ખેડૂતો એકત્રિત થઈ નર્મદા નિગમ સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા. ડભોઇ નર્મદા નિગમના ઈજનેર સીએમ રાઠવાને ખેડૂતો દ્વારા લેખિત તથા મૌખિક રીતે રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોની માંગ છે કે સલાડ પ