ગોધરા: અમદાવાદથી ચોરાયેલી ઇકો કાર ગોધરાના સીમલા વિસ્તારમાંથી મળી: પંચમહાલ SOG પોલીસને મળી મોટી સફળતા
પંચમહાલ SOG પોલીસે ગોધરાના સીમલા વિસ્તારમાંથી અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી ચોરાયેલી મારૂતિ સુઝુકી ઇકો કાર ઝડપી મોટી સફળતા મેળવી છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં કાર મળી હતી. એન્જિન નંબરની તપાસમાં કાર ચોરાયેલી હોવાનું બહાર આવ્યું. તપાસ દરમિયાન વસીમ સિદ્દીક સમોલ નામના શખ્સની સંડોવણી સામે આવી છે, જે અગાઉ પણ વાહન ચોરી અને મિલકત સંબંધિત અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે ખોખરા પોલીસ સ્ટ