વાલિયા: નલધરી ગામ પાસે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ યુવાનનું 13 દિવસની ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું
Valia, Bharuch | Nov 5, 2025 ગત તારીખ-22મી ઓક્ટોબરના રોજ વાલિયાની ગાયત્રી નગર સોસાયટીમાં રહેતા અરવિંદ ઉમાશંકર પાંડેના મોટા ભાઈ ઓમકારનાથ પાંડે પોતાની બાઇક લઈ નાના ભાઇના પત્ની અને બાળકોને લેવા માટે અંકલેશ્વર ખાતે જઈ રહયો હતો.તે દરમિયાન વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર નલધરી ગામના મહાદેવ મંદિર પાસે સામેથી પૂરપાટ ઝડપે ધસી આવેલ અલકાઝર ફોર વહીલ ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હતો.