તા.28મી ફેબ્રુઆરી શનિવારના રોજ જાંબુઘોડા BRC ભવન ખાતે દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને બ્લોક સ્ટાફ દ્વારા હોળી પર્વ નિમિત્તે રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલુકાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને BRC ભવન ખાતે બોલાવવામાં આવ્યા હતા ત્યાં BRC કો-ઓર્ડીનેટર રમેશભાઈ દ્વારા તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને હોળીપર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું હતુ જેની માહિતી આજે રવિવારે સવારે 11 કલાકે પ્રાપ્ત થઇ હતી