"રમશે ગુજરાત, જીતશે ગુજરાત"ના મંત્રને સાર્થક કરતા વર્ષ 2025-26ના ખેલ મહાકુંભમાં ખંભાત તાલુકાના જલસણ અને ફીણાવ ગામના ખેલાડીઓએ મેદાન માર્યું છે. કચ્છના માધાપર ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની રસ્સા ખેંચ (ટગ ઓફ વૉર) સ્પર્ધામાં જલસણ-ફીણાવ તળપદા સમાજની 40 પ્લસ વયના પુરુષોની ટીમે સુવર્ણ ચંદ્રક (ગોલ્ડ મેડલ) પ્રાપ્ત કરી સમગ્ર ચરોતર તળપદા સમાજનું નામ રોશન કર્યું છે.ખેલાડીઓ સામાન્ય ખેડૂત પુત્રો છે. આર્થિક રીતે પછાત હોવા છતાં રમત પ્રત્યેના જૂનૂન છે.