વડગામ: કમાલપુરા ગામે પ્રા શાળામાં શિક્ષકની વયનીવૃત્તિ કાર્યક્રમ યોજાયો
આજ રોજ તારીખ 20 9 2025 ના રોજ સવારે 11 કલાક આસપાસ વડગામ તાલુકાના કમાલપુરા ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકનો વય નિવૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી અને શાળાની શાળાઓ સ્વાગત ગીત રજૂ કરી આવેલ મહેમાનોનું સ્વાગત કર્યું હતું જો કે શાળા પરિવાર દ્વારા શિક્ષકને સાલ અને પુષ્પગુચ્છ આપી ભેટ સોગંદો આપી સન્માનભેર વિદાય આપી હતી