રાજુલા: શિક્ષણ ક્ષેત્રને ઝંઝોળી નાખનાર ઘટના-22 વર્ષીય શિક્ષિકાનો કરુણ અંત,કુંભારીયામાં આત્મહત્યાથી શોકની લાગણી
Rajula, Amreli | Nov 13, 2025 રાજુલાના કુંભારીયા ગામમાં 22 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. હેતલબેન ઘોસીયા નામની આ યુવતી મૂળ ગીરસોમનાથ જિલ્લાના રહીશી હતી અને કુંભારીયા ગામે રહીને જૂના દેવકા સરકારી માધ્યમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. તેમણે પોતાના નિવાસસ્થાને રૂમ બંધ કરી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી. ઘટનાની જાણ થતાં જ રાજુલા પોલીસ સ્થળ પર પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો. આત્મહત્યાના કારણો અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.