જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ સહિત પાંચ અધિકારીઓની બદલી કરાય, ડેપ્યુટી ડીડીઓને પ્રાંત અધિકારી તરીકે મુકાયા
Bhavnagar City, Bhavnagar | Mar 28, 2026
રાજ્ય મહેસુલ વિભાગ દ્વારા જાહેર હિતમાં ભાવનગર અને બોટાદ જિલ્લાના પાંચ અધિકારી મળી કુલ 31 અધિકારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં ભાવનગરના ડેપ્યુટી ટીડીઓ મહુવાના પ્રાંત અધિકારી બોટાદના ડેપ્યુટી કલેકટર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર તેમજ તળાજાના પ્રાંત અધિકારી સહિતનાઓની બદલી કરવામાં આવી છે.