ઘોઘા: ઘોઘા તાલુકાના ખરકડી ગામે આવેલ બાલનશાપીર બાપુને 2 કિલો ચાંદીનો મુગટ અર્પણ કરાયો
ઘોઘા તાલુકાના ખરકડી ગામે આવેલ બાલનશાપીર બાપુને 2 કિલો ચાંદીનો મુગટ અર્પણ કરાયો ઘોઘા તાલુકાના ખરકડી ગામે બાલનશા પીર બાપુ ની દરગાહ ખાતે આજરોજ તા. 14/11/25 ના રોજ ચાંદીનો ૨ કિલો વજનનો મુગટ ચડાવવાનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ પવિત્ર અવસરે ભાવનગરના અલ્તાફભાઈ યુસુફભાઈ સકરવાલા તથા તેમના પરિવારજનો દ્વારા ચાંદીનો મુગટ ચડાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન હિંદુ-મુસ્લિમ ભાઈચારો ઝળક્યો હતો. દરગાહના ખાદિમ-મુંજાવાર તેમજ આજુબાજુના ગામોના અનેક