મોડાસા: જિલ્લામાં નવરાત્રીમાં મહિલા સુરક્ષા માટે પોલીસની she ટીમ સતત ખડેપગે, રોમિયોગીરી કરનાર સામે થશે કાર્યવાહી
અરવલ્લી જિલ્લામાં નવરાત્રી પર્વને લઈ અરવલ્લી જિલ્લા મહિલા પોલીસની શી ટીમ નવરાત્રી પંડાલોમાં સતત ખડેપગે જોવા મળશે.મોડાસા શહેરી વિસ્તારમાં જિલ્લા પોલીસ ધ્વારા અલગ અલગ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને ખાસ અલગ રીતે she ટીમ કાર્યરત થઈ ગઈ છે જેમા દરેક પોલિસ સ્ટેશન હેઠળ 5 લોકોની ટીમ બનાવી છે જે સિવિલ ડ્રેસ અને યુનિફોર્મ માં જોવા મળશે.she ટીમ નવરાત્રિ દરમિયાન કાર્યરત રહેશે.