રાજકોટ: ભક્તિનગર પોલીસ વિસ્તારમાંથી પરિવારથી વિખુટા પડી ગયેલ એક બાળકને શોધી હેમખેમ તેના પરિવારજનોને સોંપતી પોલીસ
Rajkot, Rajkot | Nov 2, 2025 ભક્તિનગર પોલીસ દ્વારા ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ પરિવારથી વીખુટા પડી ગયેલ એક બાળકને હેમખેમ શોધી તેના માતા-પિતા સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. પોતાના પુત્ર હેમખેમ મળી જતા બાળકના માતા-પિતાએ સમગ્ર પોલીસ સ્ટાફનો આભાર માન્યો હતો.