ભુજ: વિશ્વ સ્વાસ્થ્ય દિવસ: નિરોગી જીવન માટે આયુર્વેદ અને વિજ્ઞાનનો સમન્વય અનિવાર્ય
Bhuj, Kutch | Apr 7, 2026 વિશ્વ સ્વાસ્થ્ય દિવસ: નિરોગી જીવન માટે આયુર્વેદ અને વિજ્ઞાનનો સમન્વય અનિવાર્ય વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે ભુજના સર્વમંગલ આરોગ્યધામના ડોક્ટર આલા પંતાણીએ જણાવ્યું કે, આ વર્ષની થીમ 'વિજ્ઞાન અને એકતા' પર આધારિત છે.આયુર્વેદ મુજબ, માત્ર રોગ મટાડવો જ નહીં, પણ દિનચર્યા, ઋતુચર્યા અને સાત્વિક આહાર દ્વારા મન અને આત્માનું સંતુલન જાળવવું એ જ સાચું સ્વાસ્થ્ય છે. આધુનિક વિજ્ઞાન અને આયુર્વેદના સમન્વયથી જ બીમારીઓ ઘટાડી શકાય છે