ભાવનગર શહેર: મોતીબાગ ટાઉન હોલ નજીક મુખ્ય રોડ પર કચરાનું વાહન બંધ પડતા ટ્રાફિક બ્રિગેડ દ્વારા વાહન એક તરફ કરાયું
Bhavnagar City, Bhavnagar | Jun 29, 2026
ભાવનગર શહેરના મોતીબાગ ટાઉન હોલ નજીક મહાનગર પાલિકાના કચરાનું વાહન અચાનક બંધ પડ્યું હતું. જે વાહન મુખ્ય રોડ પર અચાનક બંધ પડતા ટ્રાફિક જામ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ST બસ સહિતના વાહનો એક બાજુ થઇ કાઢવા પડ્યા હતા. જેને લઇ ટ્રાફિક બ્રિગેડ દ્વારા વાહન ચાલકને એક તરફ લેવાનું જણાવતા રોડની સાઈડમાં વાહન મુકવામાં આવતા ટ્રાફિક ક્લીઅર થતા આખરે મામલો થાળે પડ્યો હતો.