હાંસોટ: હાંસોટ તાલુકાના અલવાથી હાંસોટ ગામ વચ્ચે ફોર વહીલર ચાલકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
સુરતના માંડવી તાલુકાના હરિયાલ ગામના અંજલીબેન બાબુભાઇ પટેલ ગત તારીખ-4થી ઓક્ટોબરના રોજ પોતાની માતા દક્ષાબેન પટેલ સાથે ઍક્સેસ મોપેડ લઈ પોતાની માસીની ખબર લેવા માટે હાંસોટ ખાતે આવ્યા હતા.જેઓ પર પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા.તે દરમિયાન અલવા થી હાંસોટ વચ્ચે ફોર વહીલર ચાલકે પૂરપાટ ઝડપે ધસી આવી માતા-પુત્રીની ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં માતા-પુત્રીને ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.