ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે બજેટ અંગે સાધારણ સભા યોજાયા હતી. ત્યારે રાત્રે આ બજેટ બેઠક પૂર્ણ થતા કોંગ્રેસના બહેનો દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. કોંગ્રેસના મહિલા મોરચાના બહેનો દ્વારા લોલીપોપ બતાવી બજેટ બેઠક અંગે વિરોધ કરાયો હતો. જે અંગે પોલીસ તંત્ર દ્વારા કોંગ્રેસના બહેનોની અટકાયત કરવામાં આવી હતી.