કરજણ: કરજણ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ 2 કરોડ 50 લાખના ગાંજા ના જથ્થાનો નાશ કરવામાં આવ્યો.
કરજણ પોલીસ સ્ટેશનમાં 2005 માં 3726 કિલો ગાંજા નો જથ્થો પકડાયો હતો.જેની કુલ કિંમત 2 કરોડ 50 લાખ થાય છે.આ તમામ ગાંજા ના જથ્થાનો કરજણ પી.આઇ.એ.કે.ભરવાડ,નાર્કો અધિકારી સહિતના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં અંકલેશ્વર જી.આઇ.ડી.સી.ખાતે નાશ કરવામાં આવ્યો હતો.આ તમામ ગાંજાનો જથ્થો પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કરજણ પોલીસ મથકે થી અંકલેશ્વર જી.આઇ.ડી.સી ખાતે લઇ જવામાં આવ્યો હતો.