બારડોલી: સુરાલી રેલવે ફાટક ઓવર બ્રીજનું કામ 10 દિવસમાં શરૂ કરવામાં નહી આવે તો સૌ રસ્તા પર ઉંતરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.
Bardoli, Surat | Oct 13, 2025 મઢી સુરાલી જે વ્યાપારી હબ હોઇ તેમજ શાળાઓ, સ્વાસ્થ્યની સેવાઓ વગેરેનું કેન્દ્ર હોય એની સાથેનો આસપાસના 20 થી વધુ ગામોનો સંપર્ક નહિવત થઇ ગયો છે. વ્યાપાર ધંધા સાવ મરણાસન્ન સ્થિતિ માં આવી ગયા છે. રોજ 2000 થી વધુ વિદ્યાર્થીઓ ને શાળાઓમાં તથા રોજ નોકરી માટે મઢી સુરાલી આવતા લોકોને ખૂબ જ તકલીફો પડી રહી છે. 10 દિવસોમાં જો કામ શરુ કરવામાં નહીં આવે તો અમો સૌ રસ્તા પર ઉંતરી ગાંધી ચિંધ્યા માર્ગે સંઘર્ષ કરીશું.