બારડોલી: બારડોલીના તેન ગામે વિધવાની હત્યાનો આરોપી ઉદયપુરથી ઝડપાયો
Bardoli, Surat | Sep 14, 2025 તેન ગામના જી.આઈ.ડી.સી.માં શેરડીના ખેતરમાંથી 12 સપ્ટેમ્બરે મળેલી 32 વર્ષીય વિધવા જ્યોતિ રાઠોડની હત્યા થયેલી લાશનો ભેદ ઉકેલાયો છે. બારડોલી ટાઉન અને જિલ્લા એલ.સી.બી. પોલીસની સંયુક્ત ટીમે હત્યારા કમલ ભમરૂ ભીલ (ઉ.વ. 24, રાજસ્થાન)ને ઉદયપુરથી ઝડપી લીધો. જ્યોતિ, બારડોલીની જશોદા કાઠિયાવાડી થાળ હોટલમાં નોકરી કરતી હતી, જ્યાં કમલ સાથે તેના પ્રેમસંબંધ બંધાયા હતા. સંબંધમાં ખટરાગ થતાં જ્યોતિએ સંપર્ક તોડ્યો હતો.