ઓનલાઇન ટીવી ન્યૂઝ | ધરોઈ ડેમ અપડેટ | શનિવાર, 25/07
મહેસાણા: ઉત્તર ગુજરાત માટે જીવનદોરી સમાન ધરોઈ ડેમની શનિવાર, 25 જુલાઈની સવારની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. હાલ ઉપરવાસમાં ભારે વરસાદ ન હોવાથી ડેમમાં સામાન્ય પાણીની આવક નોંધાઈ રહી છે.
મળતી માહિતી મુજબ ધરોઈ ડેમમાં હાલ 1,528 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે, જ્યારે હાલમાં 605.21 ફૂટ પાણી સંગ્રહિત છે.
ધરોઈ ડેમમાં હાલ કુલ 45.99 ટકા સ્ટોરેજ નોંધાયું છે. હાલમાં ડેમમાંથી કોઈ નિયમિત પાણી છોડવામાં આવી રહ્યું નથી. સીઝનલ રેઈનફોલને આધારે માત્ર 134.60 એમએમ પાણીની જાવક નોંધાઈ છે.
ઉપરવાસમાં નોંધપાત્ર વરસાદ ન પડતા હાલ ડેમમાં પાણીની આવક સામાન્ય સ્તરે જ ચાલુ છે. જો આગામી દિવસોમાં ઉપરવાસમાં સારો વરસાદ થશે તો આવકમાં વધારો થવાની શક્યતા છે.
ધરોઈ ડેમની સમગ્ર પરિસ્થિતિ પર ઈજનેર સુમિત પટેલ અને એન્જિનિયર હરપાલસિંહની ટીમ દ્વારા 24 કલાક સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી કોઈપણ પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.
રિપોર્ટર: સુરેશ ઠાકોર
સાથે: ફારૂક મેમણ, ખેરાલુ