કાલોલ: પરુણા પ્રાથમિક શાળાના નવીન ઓરડાઓનું લોકાર્પણ સાંસદ રાજપાલસિંહ જાદવના હસ્તે કરવામાં આવ્યું
કાલોલ તાલુકાની પરુણા પ્રાથમિક શાળામાં શનિવારે નવીન ઓરડાઓનું લોકાર્પણ સાંસદ રાજપાલસિંહ જાદવના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ સાથે જ પરુણા પ્રાથમિક શાળામાં છેલ્લા 38 વર્ષથી ફરજ બતાવતા કર્મનિષ્ઠ શિક્ષક જાદવ અર્જુનસિંહ છત્રસિંહ વય નિવૃત થતા તેમને સુખી નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી.