ભુજ: માંડવીમાં જાહેરમાં જુગાર રમતા ભુજના ૧૨ ઈસમો સહિત ૧૩ ઝડપાયા
Bhuj, Kutch | May 10, 2026 માંડવીના નવાપુરા વિસ્તારમાં જાહેર રોડ પર મધરાત્રે દોઢ વાગ્યે તીનપત્તી જુગાર રમતા ૧૩ જણાને પોલીસે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલાઓમાં ભુજના મુંદરા રોડ સ્થિત વોરા કોલોનીના ૧૨ યુવકોનો સમાવેશ થાય છે, જેઓ સામાજિક પ્રસંગે માંડવી ગયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે દરોડા દરમિયાન ૧૭,૪૦૦ રૂપિયાની રોકડ રકમ તથા અંદાજે ૧.૪૪ લાખ રૂપિયાના ૧૩ મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા. સમગ્ર મામલે જુગાર અટકાયતી ધારા હેઠળ ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.