ભાવનગર શહેર: મ્યુલ એકાઉન્ટ ખોલી સાયબર ફ્રોડ કરનાર જુદા જુદા વિસ્તારના ઇસમોને બોરતળાવ પોલીસે ઝડપી લીધા
Bhavnagar City, Bhavnagar | Apr 2, 2026
મ્યુલ એકાઉન્ટ ખોલી સાયબર ફ્રોડ કરનાર ઇસમોને બોરતળાવ પોલીસે ઝડપી લીધા.ભાવનગર કુલ ૧૩૪ બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરી અંદાજે ૨૧.૩૭ કરોડથી વધુનું ટ્રાન્જેક્શન કરી ફ્રોડ આચરનાર ઇસમોને બોરતળાવ પોલીસે ઝડપી લીધા છે. આ કેસમાં પોલીસે આર્યન ઉર્ફે લખન શોભરાજભાઇ જોસેતા, રાહુલ ગોવિંદભાઇ ગોહેલ, શાફીનભાઈ યુનુસભાઇ કુરેશી, માહીન યુનુસભાઇ કુરેશી, મીહિરભાઈ ભગવાનભાઇ સરવૈયા અને અમનભાઈ ઇસુફભાઇ ઓફથાનીની ધરપકડ કરી કરુવાહી હાથ ધરી છે.