ભરૂચ સી ડિવિઝન પોલીસે શીતલ સર્કલ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક ઇસમ કોલેજ બેગમાં વિદેશી દારૂનો જથ્થો લઈ રેલવે સ્ટેશનથી ભોલાવ બસ ડેપો તરફ જાય છે.જેવી બાતમીના આધારે શીતલ સર્કલ પાસે વોચ ગોઠવી હતી.પોલીસે બાતમી વાળા ઇસમને અટકાવી તેની પાસે રહેલ બેગમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 3 નંગ બોટલ મળી હતી.