ગોધરા: ગોધરા નગરપાલિકા દ્વારા અટલ ઉદ્યાન ખાતે ‘ગૌરી વ્રત મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
પવિત્ર ગૌરી વ્રત નિમિત્તે ગોધરા નગરપાલિકા દ્વારા ૨૭ થી ૩૧ જુલાઈ દરમિયાન અટલ ઉદ્યાન ખાતે સાંજે ૫ થી રાત્રે ૯ વાગ્યા સુધી ‘ગૌરી વ્રત મહોત્સવ’નું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું. વ્રત કરતી બાળાઓ અને બહેનોના આનંદ માટે લાઈવ સિંગિંગ, રાસ-ગરબા, રમતો અને વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. સ્પર્ધાઓના વિજેતાઓને આકર્ષક ઇનામો આપવામાં આવ્યા હતા તેમજ વ્રત કરતી નાની બાળાઓ માટે ફરાળી અલ્પહારની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.