વટવા: માણેકચોકની જ્વેલર્સ દુકાનમાં ઘરેણાં ચોરી કરનાર મહિલા ગણતરીના કલાકોમાં ઝડપાઈ
માણેકચોકની જ્વેલર્સ દુકાનમાં ઘરેણાં ચોરી કરનાર મહિલા ગણતરીના કલાકોમાં ઝડપાઈ અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આવેલી સોના-ચાંદીની દુકાનોમાં ઘરેણાં ખરીદવાના બહાને ચોરી કરનાર મહિલાને ખાડિયા પોલીસે ઝડપી પાડી છે. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને ખાનગી બાતમીના આધારે ઝડપી કાર્યવાહી કરી આરોપી પલક રાજપુતને ગણતરીના કલાકોમાં જ પકડી પાડી હતી. આરોપીએ માઇશા જ્વેલર્સ અને કાગડાપીઠ વિસ્તારમાં આવેલી કલ્યાણી ગોલ્ડ પેલેસ દુકાનમાં ગ્રાહક બની સોનાના ઘરેણાં નજર ચૂકવી ચોરી કર્ય