ગોધરા: ગોધરાના વાવડી ખુર્દ નજીક હિટ એન્ડ રન: ચામુંડા હોટલ પાસે કારની ટક્કરે દૂધ લઈને જતા બે બાઈક સવાર યુવાનો ઈજાગ્રસ્ત
ગોધરાના વાવડી ખુર્દ નજીક ચામુંડા હોટલ પાસે એક ગંભીર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. મોટરસાઈકલ પર દૂધ લઈને જઈ રહેલા બે યુવાનોને એક પૂરપાટ ઝડપે આવતી અજાણી કારે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ટક્કરના કારણે બંને યુવાનો રોડ પર ફંગોળાતા તેમને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરીને ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. આ વિસ્તારમાં અવારનવાર થતા અકસ્મ