ઓખામંડળ: મીઠાપુરના સુરજકરાડી વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા 23 વર્ષીય દિપેશભાઈ ઝાખરીયા પર થયો હુમલો
મીઠાપુરના સુરજકરાડી વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાર્યરત 23 વર્ષીય દિપેશભાઈ ઝાખરીયા પર હુમલો થયો છે. શ્રીનાથ ઉર્ફે શીનુ કિરીટભાઈ જોશી નામના શખ્સે 16 તારીખે PHC ખાતે આવી દિપેશભાઈને તેમની બહેન સાથે વાત કરવાની રીત અંગે પૂછપરછ કરી હતી. ત્યારબાદ આરોપીએ દિપેશભાઈને થપ્પડ મારી ઈજા પહોંચાડી હતી. આરોપીએ કેન્દ્રની મિલકતને નુકસાન પહોંચાડ્યું હતું અને સ્ટાફને ધમકી આપી હતી. મીઠાપુર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.