આંકલાવના ઉમેટા બ્રિજ પરથી એક યુવકે પોતાની રિક્ષા બ્રિજ પર પાર્ક કરી મહીસાગર નદીમાં છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી હતી.
યુવકે મહીસાગર નદીમાં છલાંગ લગાવતા માછીમારોની સતર્કતાથી જીવ બચાવી લેવામાં આવ્યો હતો.....
બચાવાયેલા યુવકની ઓળખ જૈમીનભાઈ ઈશ્વરભાઈ રોહિત, ઉંમર 26 વર્ષ, રહે. કીંખલોડ, ઈન્દિરાનગર કોલોની, તા. બોરસદ, જી. આણંદ તરીકે થઈ હતી.....
આંકલાવ પોલીસે યુવકે કયા કારણોસર આ પ્રકારનું પગલું ભર્યું તે અંગેની વધુ વિગતો ની પ્રાથમિક પૂછતાછ કરતા આર્થિક તંગીના કારણે મનમાં લાગી આવતા આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું......
#charotar_breaking_india #instanews
#anand #anklav #letestupdetenews